VIRANJALI IN PRINT MEDIA

MEHSANA VIRANJALI  

BHUJ VIRANJALI  

RAJKOT VIRANJALI  

શનિવારે રાજકોટ આપશે શહિદોને ‘વિરાંજલી’: કલાકારોની ઉતરશે ફૌજ

એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર રાજકોટના 48 સહિત 200 જેટલા કલાકારો શહિદોની શહિદીને ‘લાઈવ’ વર્ણવશે: સાંઈરામ દવે, ગીતા રબારી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો બોલાવશે દુહા-છંદની રમઝટ

* પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા ઋત્વીજ પટેલ સહિતનાની ખાસ ઉપસ્થિતિ

* ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જ નહીં બલ્કે લાલા લજપતરાય, મદનલાલ ઢીંગરા સહિતનાઓના જીવન-કવન વિશે પણ યુવાનોને કરાશે વાકેફ: યુવાનોના રૂંવાટા ઉભા થઈ જાય તે રીતે યોજાશે અઢી કલાકનો કાર્યક્રમ: શહેરીજનોને ઉમટી પડવા હાકલ

રાજકોટ, તા.30
‘વિરાંજલી’ સમિતિ અને સ્વ.ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવારે રેસકોર્સના કવિશ્રી રમેશ પારેખ ઓપન એર થિયેટરમાં હજારો યુવાનોની ઉપસ્થિતિ વચ્ચે દેશની રક્ષા કાઝે શહિદ થઈ જનારા શહિદોને ‘વિરાંજલી’ના અત્યંત ઝાકઝમાળભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામાંકિત કલાકારોની ફોજ ઉતરશે અને કલાકારો થકી યુવાનોના રૂંવાટા ઉભા થઈ જાય તે પ્રકારનો કાર્યક્રમ આપવામાં આવશે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ ઉપર રાજકોટના 48 સહિત 200 જેટલા કલાકારો શહિદોની શહિદીનું ‘લાઈવ’ વર્ણન કરશે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વીજ પટેલ, મેયર ડૉ.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, હાસ્ય-સાહિત્ય કલાકાર સાંઈરામ દવે, ભાજપ અગ્રણી કશ્યપ શુક્લ ઉપરાંત શહેર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતનાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં નામાંકિત ગુજરાતી કલાકારો ગીતાબેન રબારી, સાંઈરામ દવે, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી સહિતના દુહા-છંદની રમઝટ બોલાવશે. આ ઉપરાંત દેશ માટે શહિદ થનારા શહિદો કેવી રીતે જીવન જીવ્યા, કેવી રીતે તેમણે જીવન નહીં શહિદી પસંદ કરી તે સહિતનું વર્ણન નાટક થકી કરશે.

 

AHEMDABAD VIRANJALI  

અમદાવાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાશે વિરાંજલીકાર્યક્રમ

રાજ્યના અલગ-અલગ શહેરોમાં આ વિરાંજલી કાર્યક્રમ યોજાશે

Ahmedabad News: બે વર્ષ બાદ આજ રોજ 23 માર્ચના રોજ કર્ણાવતી ક્લબ અને 24 માર્ચના રોજ નિકોલ (Nikol) ખાતે આ ભવ્ય વિરાંજલિ કાર્યક્રમનું (Viranjali Program) આયોજન કરવામાં આવ્યું છે.

દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મિડીયા શો રજૂ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં તમામ યુવાનોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મિડીયા શો (Multimedia Show) રજૂ કરવામાં આવશે. ક્રાંતિકારી (Krantikari) એવા ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. અમદાવાદ સહિત બીજા અનેક શહેરોમાં પણ આ કાર્યક્રમનું (Program) આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 100 જેટલા ગુજરાતી કાર્યકરો આમાં પરફોર્મ કરવાના છે.

વર્ષ 2008થી આ કાર્યક્રમ શહીદોને (Shahid) યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે શરૂ કરાયો હતો. આ એક દિવસ શહિદ ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે. અમદાવાદ (Ahmedabad) પછી સુરત, આણંદ, મહેસાણા, બનાસકાંઠા અને વડોદરા સહિત 10 જેટલી અલગ-અલગ જગ્યાઓએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિરાંજલી કાર્યક્રમ એ દેશભક્તિનો કાર્યક્રમ છે

નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં લોકગાયક સાંઇરામ દવે, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર, ભૂમિક શાહ, દિવ્ય કુમાર સહિતના અનેક કલાકરો આ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંઇરામ દવેએ (Sairam Dave) આ વિશે જણાવ્યું હતું કે વિરાંજલી કાર્યક્રમ એ દેશભક્તિનો કાર્યક્રમ છે. છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યાર રોજ આ વર્ષે મલ્ટીમીડિયા શો (Multimedia Show) મારફતે અમે લોકો સમક્ષ ક્રાંતિકારીઓની વાત લાવીશું. આમાં અનેક ગુજરાતી કલાકારો ભાગ ભજવવાના છે.

 

શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં યોજાયો વિરાંજલી કાર્યક્રમ‘, જાણો CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

ઝી ન્યૂઝ/અમદાવાદ: શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા “વિરાંજલી કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબહેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગીશભાઈ વિશ્વકર્મા, સર્વે ધારાસભ્યઓ, મેયર કિરીટ પરમાર તેમજ ભાજપના સર્વે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે  યુવાનોમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે અને આવા વિરાંજલિ કાર્યક્રમો એ જ્યોત પ્રજવલિત કરવાના પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં યોજાયો “વિરાંજલી કાર્યક્રમ”

આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે દરેક યુવાનમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.

આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદના ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે યુવાનોમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે અને આવા વિરાંજલિ કાર્યક્રમો એ જ્યોત પ્રજવલિત કરવાના પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

આજે શહીદ દિન નિમિત્તે આયોજિત આ વિરાંજલી કાર્યક્રમ માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો અવસર છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

શહીદોને યાદ કરાયા:

અમદાવાદના નિકોલમાં વિરાંજલી કાર્યક્રમમાં લોકોને ગ્રાઉન્ડમાં જગ્યા ન મળતા રોડ પર બેસીને આખો કાર્યક્રમ નિહાળ્યો.

એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબની બહાર થયેલા ટ્રાફિકજામ અને લોકોની ભીડ ન થાય તેના માટે આજે પોલીસે ધ્યાન રાખ્યું

દેશને આઝાદી અપાવવા માટે શહીદ થનારા શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું છે. વિરાંજલી સમિતિના પ્રણેતા પ્રદીપસિંહ વાઘેલા નિર્મિત વિરાંજલી કાર્યક્રમ 23 માર્ચે અમદાવાદના કર્ણાવતી કલબ બાદ આજે 24 માર્ચે નિકોલ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતાં. કાર્યક્રમ નિહાળવા આખું ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ગયું હતું. જેઓને જગ્યા ન મળી તેઓએ બહાર રોડ પર લગાવેલી સ્ક્રીન પર આખોકાર્યક્રમ નિહાળ્યો હતો.લોકોને કાર્યક્રમમાં એટલો રસ પડ્યો હતો લોકો રોડ પર બેસી અને કાર્યક્રમ જોયો હતો. કેટલાંક લોકો બે કલાક સુધી ઊભા રહી અને આખો કાર્યક્રમ નિહાળ્યો હતો.

અમદાવાદમાં 23 અને 24 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવશે. કોરોનાના કારણે બે વર્ષથી આ કાર્યક્રમ યોજાયો ન હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે. આ વખતના કાર્યક્રમમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. મલ્ટિમીડિયાના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવશે જેમા દેશભક્તિના નવા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવશે. 100 જેટલા ગુજરાતી કલાકરો કાર્યક્રમમાં પરફોમ કરશે.

આ કાર્યક્રમ અંગે લોકગાયક સાંઈરામ દવેએ અમુક શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યુ કે, કાર્યક્રમ એ દેશભક્તિનો કાર્યક્રમ છે. ફક્ત દેશભક્તિના ગીતો ત્રણ કલાક સુધી અમારા માટે ખુબ જ અઘરુ હતુ પરંતુ, છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મલ્ટીમીડિયા શો ના માધ્યમથી અમે લોકો સમક્ષ દેશના ક્રાંતિકારીઓની વાત લાવીશું. આમા ઘણા બધા ગુજરાતી કલાકારો ભાગ ભજવવાના છે. આપણા દેશની સ્વતંત્રતા માટે ક્રાંતિકારીઓએ લડત કરી ને શહીદ થઈ ગયા ત્યારે આજના યુવાનોએ દેશને આગળ લાવવા માટે શું કરવુ? તે આ કાર્યક્રમના માધ્યમથી જણાવીશું.

શહિદ ક્રાંતિકારીઓની અમરગાથા રજુ કરતો વિરાંજલી કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે

 

A Viranjali program presenting the immortal story of martyred revolutionaries will be held in Ahmedabad

કલમ કર્તવ્ય સમાચાર

દેશના શહીદ ક્રાંતિકારીઓની અમર ગાથા દર્શાવતું વિરાંજલિ કાર્યક્રમ અમદાવાદમાં 23 અને 24 માર્ચે યોજાશે. આ વિરાંજલિ કાર્યક્રમ પછી રાજ્યના વિવિધ નગરોમાં કક્ષાએ યોજાશે. કોરોનાને કારણે વર્ષોથી અનુભવ થયો ન હતો. આ વર્ષે ભવ્ય વિરાંજલિ કાર્યક્રમનું આયોજન 23 માર્ચે કર્ણાવતી ક્લબ ખાતે અને 24 મી માર્ચે નિકોલ ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 મી એ કર્ણાવતી ક્લબ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

13માં વર્ષે પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે
વિરાંજલિ સમિતિ અને ભાજપના રાજ્યના લાક્ષણિક સચિવ પ્રદિપસિંહ વાઘેલાએ ઉલ્લેખ કર્યો હતો કે શહીદોને શ્રધ્ધાંજલિ આપવા અને જાગૃત થવા માટે વર્ષ 2008માં એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. હું અમદાવાદના વસ્ત્રાપુરથી કૃણાલ શાહને મળ્યો અને 12 વર્ષ પહેલાં આ વિરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરી. સાણંદમાં મારા વતન બકરાણામાં નાના કાર્યક્રમની શરૂઆત આજે 13માં વર્ષે પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક દિવસ દેશના શહીદ ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે.

MORBI VIRANJALI  

JAMNAGAR VIRANJALI  

PATAN VIRANJALI  

SURAT VIRANJALI  

AMERELI VIRANJALI  

BHAVNGAR VIRANJALI  

PRINT MEDIA  

પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ યોજાશે વીરાંજલી કાર્યક્રમ..

અમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિરાંજલી સમિતિ દ્વારા શહીદોએ શ્રદ્ધાંજલિ અપાય...

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે 22મેના સાંજે ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજાશે

શહીદોને યાદ કરાયા:અમદાવાદના નિકોલમાં વિરાંજલી કાર્યક્રમમાં લોકોને ગ્રાઉન્ડમાં જગ્યા ન મળતા રોડ પર બેસીને આખો કાર્યક્રમ નિહાળ્યો

શહીદોને અંજલી:આજના યુવાનોને દેશના ક્રાંતિકારીઓમાંથી પ્રેરણા મળે માટે અમદાવાદ સહિત 10 શહેરોમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે

Viranjli Program in Patan: પાટણમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે, વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે

Viranjali Program in Kutch : કચ્છમાં વિરાંજલી કાર્યક્રમ સાથે આઝાદી માટે બલિદાન આપનારાઓનું સન્માન

પાટણ-દેશ માટે સાહિદ થયેલાને શ્રદ્ધાંજલી આપતો વીરાંજલી કાર્યક્ર્મ યોજાયો

પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ યોજાશે વીરાંજલી કાર્યક્રમ

‘વીરાંજલિ’: ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો, જેમાં લાગે કે જાણે સાક્ષાત શહીદો મળવા આવ્યા છે

શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં યોજાયો “વિરાંજલી કાર્યક્રમ”

શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદમાં યોજાયો 'વિરાંજલી કાર્યક્રમ', જાણો CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?